Thursday, October 27, 2011

અહો! એક મુક તસવીર, મચાવે છે હૃદયકંપ, inspiration by PM somani


અહો! એક મુક તસવીર, મચાવે છે હૃદયકંપ,
હોય ભલે વાદળો કાળા ચોતરફ ઘોર અંધારે, એક આશાનું કિરણ જીવંત રાખજે,
હોય ભલે સગવડો ઓછી, તરુવર નાં છાયા થી પણ ઠંડક માણજે ,  
છે કરુણ આજ તારી ભલે ,  કાલને સુધારવાની કોશિશ ના છોડજે,  
સાગરનાં નીર છો ઉછળીને હચમચાવે તારી નાવ, હલેસું તો છેલ્લા સ્વાસ સુધી મારજે,
 શું થયું ? આજે મળે છે નિરાશા ,સફળતા માટેની ની સફર, ક્યારે નાં રોકજે,        
કોણે કહ્યું કે જિંદગી ચાલે છે શ્વાસ,અન્ન કે પાણી થી, આશા નાં જોરે પણ જીવી જાણજે,
આંખો માં સપના તો રાખજે ભરી ભરી, મહેનત જો હશે તો કુદરત પણ સાથ આપશે,
બે આંખ , બે હાથ, માત્ર ચાર ના સમજ , અદભુત સર્જનો નું કારણ એ બની શકશે,
“મન” શબ્દ માં જો હકારાત્મકતા નો “હા” મળે તો નવો શબદ , “મહાન” બનશે
દુ:ખો નો ઉપયોગ કરજે તારા અહંકાર ને તોડવા, વિશ્વાસ ને તો એથી પણ નાં ડગાવાજે.    
એક એક પરસેવાનું  બુંદ , મોતી બની ચમકશે, બસ એક મક્કમ નિર્ધાર રાખજે.  

 નોંધ : જો તમારી આસપાસ કોઈ હતાશ વ્યક્તિ મળે તો એને આ ચિત્ર કવિતા સાથે બતાવજો. અને બને તો ફ્રેમ બનાવીને ઘરમાં રાખજો. હતાશા ક્યારેય નહિ આવે.

Wednesday, October 19, 2011

office

ઓફીસ
અહી તાલ-મેલ ઓછો અને ઈ-મેલ વધુ છે.
ક્યાંક છે કામ નો ઢગલો ને ક્યાંક ફુરસદ બહુ છે.  
વળી છે ક્યાંક છે આગળ વધવાની ધગશ, તો ક્યાંક બહાના નું સરઘસ છે. 
આતો ઓફીસ છે.
કોઈ ક્ષણે નથી સુજતું કે કયું કામ કરીએ , અને ક્યારેક અટવાઈએ કે જમવાનું પણ યાદ ના કરીએ
હોય મુદ્દો નાનો ને કરીએ છે ધમાલ , અને મોટા મુદ્દાઓ જાય છે ભૂલાઈ, છેને કમાલ ?,
થાય ભૂલ બીજાથી તો તરત દેખાઈ આવે , અને પોતાની ભૂલ જોવા માં ચશમાં જલ્દી આવે.  
ક્યાંક અહી કામ ની તરસ છે , તો   ક્યાંક આરામ સરસ છે. 
આતો ઓફીસ છે.
કઈક જો સારું થાય, જશ માટે સહુ ભાગે છે , અને જો થાય ભૂલ મોટી તો બીજાનો વાંક લાગે છે.
જવાબદારીઓ લાગે છે કોઈને સારી તો , કોઈ શોધે છે છટક બારી
હું માથી અમે બનવા માટે લાગે છે બહુ વાર , અહંકાર જ ડુબાડે છે નાવ, સહકાર તારે છે ભવપાર      
ક્યાંક કોઈ ભજવે છે ખરો રોલ પડદા પાછળ, તો કોઈ રહે છે વ્યર્થ આગળ 
આ તો ઓફીસ છે.
કોઈ હમેશા હોય છે નવું શીખવા તત્પર , કોઈ પોતાને સમજે છે સિક્ષક.
કોઈ ને લાગે છે તે ઘણું જાણે છે , જયારે કોઈ સમજે છે કે ઘણું જાણવાનું હજી બાકી છે.
કોઈ મોકો નથી આપતો બીજાને બોલવાનો , તો કઈ હમેશા સંભાળવા તૈયાર છે.
આતો ઓફીસ છે.