Sunday, July 31, 2011

ગામ અને શહેર


ગામ :- અહી હું સવારે ઉઠીને પહેલા આકાશ જોવું છું.
શહેર:- અહી હું સવારે ઉઠીને પહેલા ઘડિયાળ જોવું છું.
ગામ :- અહી હું સાંભળું છું કોયલ નો કલરવ ને મોર નો ટહુકો.
શહેર :- અહી શું સાંભળું છું ફોન ની ઘંટડી અને ગાડીઓનો હોર્ન
ગામ :- અહી હું રાહ જોવું છું અતિથી ની આતુરતાથી ,
શહેર :- અતિથી માટે મારી પાસે સમય અને જગ્યા નથી
ગામ :- અહી સવેદના મારો પડછાયો છે.
શહેર :- અહી પ્રવૃત્તિ નો સાથ ભટકાયો છે.
ગામ :- અહી મારો પરિવાર સંયુક્ત છે.
શહેર :- અહી મારો રવિવાર જ પરિવાર માટે છે.
ગામ :- અહી જોવું છું સુરજ ની પહેલી કિરણ અને આથમતા સુરજ ની ખીલી સંધ્યા
શહેર :- અહીતો એ માટે મારે મહાબલેશ્વર જવું પડે છે.
ગામ :-  અહી હું ઘર બનાવું છું બસ મહેલ થી થોડું નાનું
શહેર :- અહી હું ઘર બનાવવા માટે વર્ષો સંઘર્ષ કરું છું.
ગામ :- અહી હું હમેશા સુખી છું
શહેર :- અહી હું હમેશા એ ભ્રમ માં છું કે હું સુખી છું.
ગામ:- અહી હું પ્રસન્ન છું  અવગડો ની વચ્ચે
શહેર:- અહે સગવડો છે છતાય મૂંઝાઉં છું ચિંતાઓ ની વચ્ચે      

Wednesday, July 27, 2011

               

તું છે માસુમિયત ની મિસાલ ,  તું છે વહાલ નો સમંદર 
તને જોઈને ભૂલ્યો હું દુનિયા , તું છે ખુશી નો અંબર
તારી મુસ્કાન છે એક જાદુ  જે કરે છે દુઃખીને સુખથી તરબર   
તારી મસ્તી અને નખરા જોવા , હમેશા રહું છું તત્પર
 આપે છે ઠન્ડક  એ જ રીતે , જેમ  તડકા માં તરુવર
નાની નાની આંખો તારી , તોય ડૂબી જવાય એવો સાગર
ભાષા તારી કાલી ઘેલી , મનને ગમે  છે સદંતર  
નથી આખી આ દુનિયામાં , તારાથી વધુ કોઈ સુંદર
photo & Poem inspiration .........Prashant Somani .. Surat

Sunday, July 24, 2011

झिन्दगी ना मिलेगी दोबारा

सभी आम फिल्मो से है ये कुछ अलग , कुछ बात है इसमे, कुछ है खास इसमे

मस्तीभरी महफील के पीछे है छुपी,  दर्दभरी दास्ताँ है इसमे  
है सफर भी सुहाना राही भी खूबसूरत , पर कुछ गहेरी बात है इसमे

क्या उन सिक्को के पीछे भागे जाना ही  जीवन है, या फीर झिन्दगी को महसूस करे हर पल
हर लम्हे को बनाए यादगार , हर बात में ढूंढे खुशी , एसी गुजारिश है इसमे.

जीते है हम सभी के लिए , कभी वक्त निकले खुद के लिये.
कभी देखे आसमा के तारे की और , जाए कभी समंदर की गहराई में बसने     

कोइ समय यहाँ नहीं एक मुक्कारर पहेले से , हर पल लेती है झिंदगी एक नया मोड
कभी इत्तेफाक है  , कभी जस्बात है , कभी मोहब्बत है तो कभी डर है इसमे

Friday, July 22, 2011

જે સાચા છે તેને વાચા નથી , જે ખોટા છે તેના અવાજ મોટા છે.  
જેને પ્રેમ કરતા આવડે છે તેને કોઈ પૂછતું નથી, જેની આગળ પાછળ પડે છે સહુ કોઈ,...
 તેને પ્રેમ શું છે તે ખબર નથી  
જે વાત માં સાર છે તે કોઈને ગમતી નથી, અને જે વાત મસાલેદાર છે તેની ચર્ચા જોરદાર છે.
જેની પાસે સઘળું છે , તેને લાગે છે કે કઈક ખૂટે છે. .............
જેની પાસે થોડું છે  તે સંતોષ થી આનંદ લુટે છે.
જેનો ચહેરો સુંદર છે તેની વાહ-વાહ સદંતર છે, જેના વિચારો સુંદર છે તે હાશિયા ની અંદર છે.
જેને બધું આવડે છે તે સાચી રાહ આપે છે , જેને થોડું આવડે છે તે સલાહ આપે છે.
જેની પાસે રુપીયા છે તેની પાસે દુનિયા છે. જેની પાસે પ્રેમ છે તેની અવગણના કેમ છે ?  

સેફી હોસ્પિટલ , મુંબઈ
અંદર દર્દી પીડા થી રીબાય છે, બહાર રોશની ની જગમાગાહટ થાય છે
લાગે છે બહાર થી એ હોટલ ફાઈવ સ્ટાર , અંદર તો છે દુ:ખો ની ભરમાર,
માણે છે મજા લોકો બહારથી નિહાળવાની , દર્દી  જુએ છે રાહ સાજા થવાની, 
સમજાવે એ છે એ આ જગને , કે ગમ્મે તેટલા દુ:ખો હોય તમારા મનમાં,
 એનો ન કરો બહુ વિચાર, હમેશા રાખો એ જ હસતો ચહેરો , આજે ભલે હોય ગમ કાલે થશે ખુશિ પારાવાર,

Thursday, July 21, 2011

एक संदेश आतंकवाद को


कीस बात की सजा दे रहे हो निर्दोषों को
ना कहेदो उन लोगो को जो नफ़रत के जाम पिलाते है

जो गलत राह पर ले जा रहे है मासूमो को
कोसो दूर है खुदा से और शैतान से हाथ मिलाते है

यु ही नहीं होती बरसात आसमान से
वो तो खुदा के आसू है जो बाढ़ लाते है

जरा सोचो उन विधवा माताओ और अनाथ बालको की दास्तान
भगवान भी न करेगा माफ उसे जो इंसान को इंसान से लड़ाते है

नही देख सकता वो बम का विस्फोट कोइ धर्म को
हीन्दु हो या मुस्लीम सबके होश उड़ जाते है

चंद महत्वाकांक्षी लोगो के जाल में मत फसो तुम
वो तो लाश को बनाके मझाक , उस पर पकवान बनाते है

मत करो परिक्षा हमारी सहनशीलता की
एक हाथ घायल है फिरभी अमन की आस लागाते है

कोई भी ताकत प्रेम  से बड़ी नही होती
नफ़रत तो आंधी और तूफ़ान लाते है

एक संदेश आतंकवाद को



 ભલે હોય તારી પાસે પૈસા , વૈભવ અને ભૌતિક સુખો ની ભરમાર , પણ એ ખાસ જોજે કે તારી પાસે ઉદારતા છે. ?  ભલે હોય તારી પાસે હોદ્દા, સત્તા , અને પદવી ની વણઝાર પણ એ ખાસ જોજે કે તારી પાસે નૈતીકતા છે ?   ભલે હોય તારી પાસે સપના, આકાંક્શા , અને ઉંચે ઉડવાનો વિચાર પણ એ ખાસ જોજે કે તારી પાસે પુરા કરવાનો જ્સ્બો છે?   ભલે હોય તારી પાસે મીત્રો , સ્નેહી અને સગા વહાલા બેશુમાર પણ એ ખાસ જોજે કે તેમને મળવાની ફુરસદ છે ?