ઓફીસ
અહી તાલ-મેલ ઓછો અને ઈ-મેલ વધુ છે.
ક્યાંક છે કામ નો ઢગલો ને ક્યાંક ફુરસદ બહુ છે.
વળી છે ક્યાંક છે આગળ વધવાની ધગશ, તો ક્યાંક બહાના નું સરઘસ છે.
આતો ઓફીસ છે.
કોઈ ક્ષણે નથી સુજતું કે કયું કામ કરીએ , અને ક્યારેક અટવાઈએ કે જમવાનું પણ યાદ ના કરીએ
હોય મુદ્દો નાનો ને કરીએ છે ધમાલ , અને મોટા મુદ્દાઓ જાય છે ભૂલાઈ, છેને કમાલ ?,
થાય ભૂલ બીજાથી તો તરત દેખાઈ આવે , અને પોતાની ભૂલ જોવા માં ચશમાં જલ્દી આવે.
ક્યાંક અહી કામ ની તરસ છે , તો ક્યાંક આરામ સરસ છે.
આતો ઓફીસ છે.
કઈક જો સારું થાય, જશ માટે સહુ ભાગે છે , અને જો થાય ભૂલ મોટી તો બીજાનો વાંક લાગે છે.
જવાબદારીઓ લાગે છે કોઈને સારી તો , કોઈ શોધે છે છટક બારી
હું માથી અમે બનવા માટે લાગે છે બહુ વાર , અહંકાર જ ડુબાડે છે નાવ, સહકાર તારે છે ભવપાર
ક્યાંક કોઈ ભજવે છે ખરો રોલ પડદા પાછળ, તો કોઈ રહે છે વ્યર્થ આગળ
આ તો ઓફીસ છે.
કોઈ હમેશા હોય છે નવું શીખવા તત્પર , કોઈ પોતાને સમજે છે સિક્ષક.
કોઈ ને લાગે છે તે ઘણું જાણે છે , જયારે કોઈ સમજે છે કે ઘણું જાણવાનું હજી બાકી છે.
કોઈ મોકો નથી આપતો બીજાને બોલવાનો , તો કઈ હમેશા સંભાળવા તૈયાર છે.
આતો ઓફીસ છે.
No comments:
Post a Comment