Sunday, February 5, 2012

ચૂંટણી

ચૂંટણી
એક ઋતુ છે આ ચૂંટણી , જેમ છે વસંત અને પાનખર , જેમ છે શિયાળો ને વરસાદ    
જેમ માણાસ મ્ર્રુત્યું સમયે લે છે ભગવાન નું નામ, તેમ નેતા આ સમયે કરે છે જનતા ને યાદ.
મહેનતકશ કાર્યકરતા રહી જાય છે  રાહ જોતો ટિકિટની  , અને ત્યાં કામે લાગે છે સગાવાદ
વાળી કોઈ કરે છે પક્ષપલટો તો કોઈ કરે છે બળવો. કોઈને કૈક રહે છે હમેશા ફરિયાદ
લાગે છે દાવ પર શાખ અને ડીપોસિટ બંને.  જીતે તો નિનાદ અને હારે તો વિષાદ
જુઠા વચનો આપવા હોય છે પ્રવચનો ,  જીત્યા પછી કોણ સાંભળે છે ગરીબનો સાદ
છે દરેક ને મુંજવણ સજ્જન ને શોધવાની , ક્યાં છે એ ગાંધી , ક્યાં છે એ સુભાષ.
છે કઠિન એ કહવું કે , લોકતંત્ર થી દેશ છે ગુલામ કે  દેશ આજે છે આઝાદ.

No comments:

Post a Comment