અહો! એક મુક તસવીર, મચાવે છે હૃદયકંપ,
હોય ભલે વાદળો કાળા ચોતરફ ઘોર અંધારે, એક આશાનું કિરણ જીવંત રાખજે,
હોય ભલે સગવડો ઓછી, તરુવર નાં છાયા થી પણ ઠંડક માણજે ,
છે કરુણ આજ તારી ભલે , કાલને સુધારવાની કોશિશ ના છોડજે,
સાગરનાં નીર છો ઉછળીને હચમચાવે તારી નાવ, હલેસું તો છેલ્લા સ્વાસ સુધી મારજે,
શું થયું ? આજે મળે છે નિરાશા ,સફળતા માટેની ની સફર, ક્યારે નાં રોકજે,
કોણે કહ્યું કે જિંદગી ચાલે છે શ્વાસ,અન્ન કે પાણી થી, આશા નાં જોરે પણ જીવી જાણજે,
આંખો માં સપના તો રાખજે ભરી ભરી, મહેનત જો હશે તો કુદરત પણ સાથ આપશે,
બે આંખ , બે હાથ, માત્ર ચાર ના સમજ , અદભુત સર્જનો નું કારણ એ બની શકશે,
“મન” શબ્દ માં જો હકારાત્મકતા નો “હા” મળે તો નવો શબદ , “મહાન” બનશે
દુ:ખો નો ઉપયોગ કરજે તારા અહંકાર ને તોડવા, વિશ્વાસ ને તો એથી પણ નાં ડગાવાજે.
એક એક પરસેવાનું બુંદ , મોતી બની ચમકશે, બસ એક મક્કમ નિર્ધાર રાખજે.
નોંધ : જો તમારી આસપાસ કોઈ હતાશ વ્યક્તિ મળે તો એને આ ચિત્ર કવિતા સાથે બતાવજો. અને બને તો ફ્રેમ બનાવીને ઘરમાં રાખજો. હતાશા ક્યારેય નહિ આવે.

Liked it
ReplyDelete