તું છે માસુમિયત ની મિસાલ , તું છે વહાલ નો સમંદર
તને જોઈને ભૂલ્યો હું દુનિયા , તું છે ખુશી નો અંબર
તારી મુસ્કાન છે એક જાદુ જે કરે છે દુઃખીને સુખથી તરબર
તારી મસ્તી અને નખરા જોવા , હમેશા રહું છું તત્પર
આપે છે ઠન્ડક એ જ રીતે , જેમ તડકા માં તરુવર
નાની નાની આંખો તારી , તોય ડૂબી જવાય એવો સાગર
ભાષા તારી કાલી ઘેલી , મનને ગમે છે સદંતર
નથી આખી આ દુનિયામાં , તારાથી વધુ કોઈ સુંદર
photo & Poem inspiration .........Prashant Somani .. Surat

No comments:
Post a Comment