જે સાચા છે તેને વાચા નથી , જે ખોટા છે તેના અવાજ મોટા છે.
જેને પ્રેમ કરતા આવડે છે તેને કોઈ પૂછતું નથી, જેની આગળ પાછળ પડે છે સહુ કોઈ,...
તેને પ્રેમ શું છે તે ખબર નથી
જે વાત માં સાર છે તે કોઈને ગમતી નથી, અને જે વાત મસાલેદાર છે તેની ચર્ચા જોરદાર છે.
જેની પાસે સઘળું છે , તેને લાગે છે કે કઈક ખૂટે છે. .............
જેની પાસે થોડું છે તે સંતોષ થી આનંદ લુટે છે.
જેનો ચહેરો સુંદર છે તેની વાહ-વાહ સદંતર છે, જેના વિચારો સુંદર છે તે હાશિયા ની અંદર છે.
જેને બધું આવડે છે તે સાચી રાહ આપે છે , જેને થોડું આવડે છે તે સલાહ આપે છે.
જેની પાસે રુપીયા છે તેની પાસે દુનિયા છે. જેની પાસે પ્રેમ છે તેની અવગણના કેમ છે ?
No comments:
Post a Comment